શરૂઆતથી જ અમારું ધ્યેય શુદ્ધ, ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઘરેણાં આપવાનું રહ્યું છે કારણ કે ગ્રાહકો જ ભગવાન છે.

ઘરેણાં અને ઘરેણાંની ક્વોલિટી એવી હોવી જોઇએ કે લોકો આંખો મીંચીને પણ લઈ શકે, અને અમને ગર્વ છે કે અમે એવા જવેલર્સ બની શક્યા છીએ કે લોકો અમારા પર આંખો મીંચીને ભરોસો કરે છે.

Tribhovandas

વર્ષ 1920 ના દાયકા માં શોભાવડ ગામ માં આવી ને એક નાની સોના એ ચાંદી ની દુકાન ની શરૂઆત કરી.
સદેવ ગ્રાહક ને ભગવાન માનનારા ત્રિભોવનદાસ વિરજીભાઈ ભીંડી સમય સાથે શોભાવડ ગામ ના “સોની દાદા ” તરીકે ઓળખાવા લાગ્યા.


વર્ષ 1920 થી 1980 સુધી ની એમની અગાથ મહેનત થી શોભાવડ ગામ થી તળાજા શહેર માં દુકાન નો પાયો નાખવા માં આવ્યો.
અને આજે સોની દાદા ના ગામ થી લઈ તળાજા, પાલિતાણા અને સુરત સુધી “મે.ત્રિભોવન વીરજી જવેલર્સ ” નો રણકાર થાય રહ્યો છે.

 

જેમના જીવન નું એક જ સૂત્ર હતું,
“ગ્રાહક એ આપણા ભગવાન છે,
અને અમે આપના સદૈવ ઋણી રહેશું”

– સ્વ. ત્રિભોવનદાસ વિરજીભાઈ ભીંડી,  ફાઉન્ડર

ત્રિભોવન વિરજી જવેલર્સના આધારસ્તંભો

દાયકાઓ અને ૩ પેઢીઓ થી ચાલતી અમારી આ જવેલર્સ શોપ અને દાગીનાના લોકો હમેશા વખાણ કરતા આવ્યા છે, બસ એજ અમારા માટે પુરતુ છે.